અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં 'ભડકો'
Petrol -Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવોમાં વધારાને હવે કોઈ રોકી શકે તેમ નથી. બુધવારે સવારે ઈરાન (Iran) દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયા બાદ ક્રુડ ઓઈલના ભાવોમાં મોટો ઊછાળો આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: Petrol -Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવોમાં વધારાને હવે કોઈ રોકી શકે તેમ નથી. બુધવારે સવારે ઈરાન (Iran) દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયા બાદ ક્રુડ ઓઈલના ભાવોમાં મોટો ઊછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં 3.5 ટકાનો વધારો થયો છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો જોવા મળશે.
ગત અઠવાડિયાથી રોજેરોજ ભાવ વધ્યા છે
પહેલી જાન્યુઆરીથી લઈને દેશના તમામ પેટ્રોલ પંપોમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ વિતરણ કંપનીઓ રોજ ભાવોમાં વધારો કરી રહી છે. મંગળવારે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા વધ્યાં હતાં. જ્યારે ડીઝલના ભાવોમાં દિલ્હી કોલકાતા અને ચેન્નાઈમાં 11 પૈસા અને મુંબઈમાં 12 પૈસા વધારો થયો હતો. જો કે આજના ભાવ જોવા જઈએ તો આજે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી.
જુઓ LIVE TV
ઈરાન અમેરિકા વચ્ચે તણાવથી આયાત ખર્ચ વધશે
હકીકતમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવના કારણે ક્રુડ ઓઈલના આયાત ખર્ચમાં વધારો થાય તેવો અંદેશો છે. આ મામલાના જાણકાર જણાવે છેકે ભારતે ક્રુડ ઓઈલ માટે લગભગ 51,000 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. અત્રે જણાવીએ કે ક્રુડ ઓઈલની કિંમત સ્થાયી રીતે એક ડોલર પ્રતિ બેરલ વધવાથી ભારતનો ક્રુડ ઓઈલ આયાત ખર્ચ વાર્ષિક આધારે 1.6 અબજ ડોલર (11,531 કરોડ રૂપિયા) વધે છે.
ભારત 80 ટકાથી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે
એક અધિકૃત રિપોર્ટ મુજબ પીપીએસીના હવાલે કહેવાયું છે કે ભારત પેટ્રોલિયમ પેદાશોનો દુનિયાનો સૌથી મોટો ખરીદાર દેશ છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રુડ ઓઈલ અને લગભગ 40 ટકા પ્રાકૃતિક ગેસની પૂર્તિ આયાત કરીને કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે